Gujarati Version of narendramodi.in

February 13, 2009 at 3:45 am 1 comment

જે ગતિશીલ છે તે પ્રગતિશીલ પણ છે.  ઊર્જા સ્ત્રોત સૂર્ય ક્યારેય થંભે છે!  માટે જ, સતત ગતિશીલ રહો!

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીની જિંદગીની શરૂઆત એક નાના માણસ તરીકે થઇ હતી. તેમનો જન્મ એક સામાન્ય કુટુંબમાં થયો હતો, પરંતુ સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ તેઓ અત્યંત સમૃદ્ધ છે.. સ્વામી વિવેકાનંદને આદર્શ માનીને તેમણે ચીંધેલા રાહ પર ચાલવામાં તેઓ માને છે. ‘અરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ અચિવ્ડ ‘ – ‘જાગો, ઊઠો અને ધ્યેય સિદ્ધ ના થાય ત્યાં સુધી જંપો નહીં’ નો એ સ્‍વામી વિવેકાનંદનો લોકસંદેશ તેમના મનમાં પડઘાતો રહ્યો છે.

જિંદગીમાં તેઓ ક્યારેય અટક્યા નથી. દેશભક્તિ અને લોકસેવા નાનપણથી જ તેમનું જીવનબળ રહ્યાં છે, પછી તે ૧૯૬૨માં ભારત – ચીન લડાઇમાં ઘવાયેલા જવાનોને મદદ કરવાની વાત હોય કે રેલ સંકટમાં સપડાયેલાં લોકોને રાહત પૂરી પાડવાનું કામ હોય, નરેન્દ્ર મોદી ક્યારેય પાછા પડ્યા નથી. તેમનો આ પરગજુપણું સ્‍વભાવ જ બતાવી આપે છે, કે તેઓ કોચલાંમાં બેસીને પોતાનું કરીને બેસી રહે તેવા વ્યક્તિ નથી, પરંતુ લોકકલ્યાણની વાત આવે ત્‍યારે મશાલ ધરીને ઊભા થઇ જનારા નેતાઓમાંના એક છે.

કેવળ એકાદ-બે વ્યક્તિને નહીં, પણ આખા સમાજને પરિવર્તનના માર્ગે દોરી સ્વની સાથે સર્વને ઉત્થાનના માર્ગે લઇ જવાની શક્તિ તેમનામાં છે. નરેન્દ્ર મોદી સર્જનશીલતાનો પર્યાય જ ગણાવી શકાય.

Adding gujarati flavour to the portal, narendramodi.in has just been launched.  The portal has been nicely designed. I am interested in knowing what CMS they are using. Is it wordpress?

ચૂનંદા અવતરણો

મારો સંઘર્ષ ’ ફાઇલ ’ માં ’ લાઇફ ’ લાવવાનો છે.
ગુજરાત સરકાર કોઇ એક વ્યકિતના ઇશારે ચાલતી સરકાર નથી. ગુજરાતના લોકોએ નક્કી કરેલી નીતિના આધારે થયેલું પરિવર્તન રાજ્યની પ્રગતિનો માર્ગ નક્કી કરે છે.
મારે મન તો આખું ગુજરાત એસ ઇ ઝેડ છે. એસ ઇ ઝેડ એટલે સ્પીરીચ્યુઆલિટી, એન્ટરપ્રાઇસ અને ઝીલ.
સી ટી એટલે કેવળ કમ્યુનિકેશન ટેકનોલોજી નહીં. સીટી એટલે સિવિલાઇઝેશન એન્ડ ટ્રેડિશન (સંસ્કૃતિ અને પરંપરા) ટુ ક્રિયેટ સિટીઝન્સ ફોર ટુમોરો.
આઇ.ટી. = આઇ. ટી. એટલે કે ઇન્ડિયા ટુડે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી = ઇન્ડિયા ટુમોરો
મારે મન રાજકારણ એ મહત્વકાંક્ષા નહીં પરંતુ મહાયજ્ઞ છે.
મારે મન કર્મ એ જ ધર્મ છે અને કર્મયોગી જ સાચો ધાર્મિક છે.
૭મી ઑક્ટોબર ૨૦૦૧ના દિવસે હું સીએમ બન્યો નથી. એ પહેલાં પણ હું સીએમ હતો, આજે પણ સીએમ છું અને આવતીકાલે પણ હું સીએમ હઇશ. કારણ મારે મન સીએમ એટલે ચીફ મિનીસ્ટર નહીં પરંતુ સીએમ એટલે કોમન મેન!
મારા રાજયમાં રેડ ટીપિજમ નહી, રેડ કાર્પેટીઝમ છે.
મારો સંઘર્ષ ’ ફાઇલ ’ માં ’ લાઇફ ’ લાવવાનો છે.
ઇચ્‍છા + સ્‍થિરતા = સંકલ્પ
સંકલ્પ + પરિશ્રમ = સિધ્ધિ
સપના એટલે સૂતા આવે તે નહીં, સપના એટલે જે તમને સુવા ન દે.
વ્‍યકિતગત પ્રયત્‍નો શ્રેષ્‍ઠતા લાવશે, પરંતુ સહિયારા પ્રયાસો અસરકારકતા પણ લાવશે.
સમાજની સેવા કરવાની મળેલ તક સમાજ પ્રત્‍યેનું આપણું ઋણ અદા કરવાની તક છે.
સખત પરિશ્રમ કદી પણ નિરાશા નહીં લાવે, હંમેશા સંતોષ જ આપશે.
પ્રત્‍યેક વ્‍યકિતમાં સદગુણ, અવગુણ બંને હોય છે, જે સદગુણ પ્રત્‍યે ધ્‍યાન કેળવે તે જીવનમાં સફળ થાય છે.
મન કયારેય સમસ્‍યાગ્રસ્‍ત નથી હોતું, સમસ્‍યા હોય છે મનોદશા.
કાર્ય કરવાની તક એ મારા માટે સદભાગ્‍ય છે, એમાં પ્રાણ પૂરીએ ત્‍યારે આવી પ્રત્‍યેક તક બીજી તક માટેના દ્વાર ખોલે છે
કાર્ય એ જ મહત્‍વકાંક્ષા બને.
દરેક વ્‍યકિતમાં આંતરશકિતનો પુંજ રહેલો છે, તેને શોધી કાઢી આંતર ઉર્જા પ્રગટાવીએ.
એક એવા સમાજની રચના કરીએ જયાં આખુ વર્ષ ’’ દિવાળી ’’ નો ઉમંગ હોય.
ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ એ જ આપણો ધ્‍યેય
વેપાર – ઉઘોગ એ ગુજરાતની પરંપરા છે. વાણિજ્ય એ રાજ્યની સંસ્કૃતિ છે. સાહસ જેમની વૃત્તિ છે તે ગુજરાતીઓનું ગુજરાત વિનાશને નાથીને વિકાસ સાધી રહ્યું છે.

“વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ ૨૦૦૯” ના નિર્માણ માટે મુંબઇમાં વ્યવસાયિક બેઠક

There are whole lot of things you can do on the portal. One can ask a question, seek and appointment and invite Narendra Modi through the website. Video gallery about recently conducted Gujarat Global Investors’ Summit has been added as a new feature.

Entry filed under: Gujarat, gujarati, India, NARENDRA MODI, Politics.

Crisis sounds so cool! Google Logo for Valentine’s Day

1 Comment Add your own

  • 1. santhosh  |  April 15, 2009 at 6:52 am

    अच्छी ब्लॉग हे / आप की लेखनी पड़कर बहुत खुश हुवा / आप गुजराती मे टाइप करने केलिए कौनसी टाइपिंग टूल यूज़ करते हे ?

    रीसेंट्ली मैने यूज़र फ्रेंड्ली इंडियन लॅंग्वेज टाइपिंग टूल केलिए सर्च कर रहा ता, तो मूज़े मिला… ” क्विलपॅड “… आप भी ‘क्विलपॅड’ http://www.quillpad.in को यूज़ करते हे क्या…?

    Reply

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 7,421 hits

Top Clicks

  • None